તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
છોટાઉદેપુર જિલ્લાના 365 જેટલા FPS દુકાનદારો હડતાલમાં જોડાયા: માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે
જિલ્લાના અંદાજે 365 દુકાનદારોનું આ આંદોલન લોકહિતની યોજનાઓના વિતરણને અવરોધશે અને અનાજ લેવા આવતા ગ્રાહકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે

છોટા ઉદેપુર: રાજ્યભરમાં એફ.પી.એસ. એસોસિએશન દ્વારા કમિશન, સર્વર ડાઉન થવા સહિતની 20 જેટલી પડતર માંગણીઓ સાથે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જેના પગલે છોટાઉદેપુર જિલ્લાના 365 જેટલા દુકાનદારો પણ પોતાની દુકાનો બંધ રાખીને આ આંદોલનમાં જોડાયા છે. દુકાનદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.
FPS દુકાનદારોનું કહેવું છે કે તેઓ સરકારની અનાજ વિતરણની યોજનાઓને ગરીબ અને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કરે છે, છતાં તેમને ખૂબ ઓછું કમિશન મળે છે. ઓછું કમિશન હોવા છતાં, સર્વર વારંવાર ડાઉન થવાથી તેમજ ગુણવત્તા અને સ્ટોક સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના બંને અંગૂઠાની (બાયોમેટ્રિક) પ્રક્રિયા દરમિયાન ઊભી થતી જટિલતાઓને કારણે દુકાનદારો અને ગ્રાહકો બંનેને ભારે મુશ્કેલીઓ થાય છે.
છોટાઉદેપુરના દુકાનદારોની માંગ છે કે સરકારે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લઈ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. જો સરકાર વહેલી તકે આ માંગણીઓ નહીં સ્વીકારે, તો જિલ્લાના
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
