તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
દાહોદ એલસીબીને કતવારામાં થયેલી લૂંટના બે ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા: બે આરોપીઓને ઝડપી લીધા
આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસે એક અનડિટેક્ટ કેસ પણ ડિટેક્ટ કર્યો :ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસને વધુ એક સફળતા મળી

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને કતવારા વિસ્તારમાં થયેલી લૂંટના બે ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. LCBએ આ ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ દેશી હાથ બનાવટનો એક કટ્ટો (હથિયાર) પણ કબજે કર્યો છે, જે તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. હથિયાર કબ્જે કરવાથી પોલીસને આ ગુન્હાઓની ગંભીરતા સમજવામાં અને આગળની કાર્યવાહીમાં મદદ મળી છે.
આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસે એક અનડિટેક્ટ કેસ પણ ડિટેક્ટ કર્યો છે. આ કેસ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એક ઘરફોડ ચોરીનો હતો, જેનો ભેદ ઉકેલાતા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧૩,૫૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જે લૂંટ અને ચોરીના ગુન્હામાં ગુમાવેલ સંપત્તિનો એક ભાગ છે.
હાલમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે કે આ આરોપીઓ અન્ય કેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા છે. LCBની આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ મેળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
