<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

રાજ્યમાં શુક્રવારથી ઠંડા પવન ફૂંકાવવાની સાથે વાતાવરણ ઠંડુગાર બનશે : 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થશે

આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હવે ઠંડીનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એ પછી, ધીરે-ધીરે વરસાદથી રાહત મળશે. હાલ, તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે તો, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઇ છે.

(7:38 PM IST)