તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ: ફરજ પરના અરવિંદ ચૌધરીને અજાણ્યા વાહને ટક્કર મારી

અંકલેશ્વર પંથકમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં એક વધુ ગંભીર અને દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ફરજ પરના એક પોલીસકર્મીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.
અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક રાત્રિના સમયે આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, ફરજ પર હાજર પોલીસકર્મી અરવિંદ ચૌધરી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદ ચૌધરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરીના અચાનક અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ માધ્યમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં હિટ એન્ડ રનની વધતી ઘટનાઓ સામે પોલીસ સુરક્ષાના પગલાં વધુ મજબૂત કરે તેવી લોક માંગ ઊઠી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
