તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે દાહોદ-પાલનપુર રૂટની બસમાં એક યુવકે આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો
યુવકે અચાનક પોતાનો ટી-શર્ટ કાઢીને ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરતાં મુસાફરો અને સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો

પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં દાહોદ-પાલનપુર રૂટની એક બસમાં મુસાફરી કરી રહેલા એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બસ જ્યારે પાલનપુર બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે આ યુવકે અચાનક પોતાનો ટી-શર્ટ કાઢીને ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરતાં મુસાફરો અને સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો હતો. દાહોદથી પાલનપુર આવી રહેલી એસ.ટી. બસ તેના નિર્ધારિત સમયે જૂના બસ સ્ટેન્ડ પર ઊભી રહી હતી.
આ દરમિયાન બસમાં બેઠેલા એક અજાણ્યા યુવકે કોઈ પણ જાતના દેખીતા કારણ વગર પોતાનો ટી-શર્ટ ઉતારીને ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. બસમાં હાજર અન્ય મુસાફરો અને આસપાસના લોકોએ યુવકની આ હરકત જોતાં તરત જ દોડી આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલિક યુવકને નીચે ઉતાર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભારે ભીડ અને હોબાળા વચ્ચે કોઈએ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી.
જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ અજાણ્યા યુવકને લોકોની ભીડમાંથી ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા યુવકને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કયા કારણોસર તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો તે અંગે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકશે
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
