<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

સુરતના અડાજણમાંથી નેપાળી ગેંગ ઝડપાઇ : બંધ મકાનમાં ચોરીને આપ્યો હતો અંજામ

3 મોબાઇલ ફોન અને 40 હજારનો મુદામાલ જપ્ત

સુરતના અડાજણમાંથી નેપાળી ગેંગ ઝડપાઇ હોવાની વાત સામે આવી છે, ક્રાઇમ બ્રાન્ચે પાલનપુરથી 3 આરોપીને ઝડપ્યા છે અને 3 મોબાઇલ ફોન અને 40 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, આરોપીઓએ બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.. સુરતના અડાજણમાં પરશુરામ ગાર્ડન પાસે તબીબના બંગલામાં ચોરી કરનારા નેપાળી ગેંગના ૩ સાગરિતોને ક્રાઈમ બ્રાંચે પકડી પાડયા હતા. તબીબ દિવાળીમાં રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે ઘરમાં તસ્કરોએ ધાપ મારી હતી. અડાજણમાં પરશુરામ ગાર્ડન રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં આવેલા બંગલામાં રહેતા ડો. રાજેશ શશીધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ, મુક્તાનંદ સોસાયટી ખાતે આસ્થા હોસ્પિટલમાં ફરજ બજાવે છે. 

 

(9:26 PM IST)