તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
આણંદ પંથકમાં ચોંકાવનારી ઘટના પત્ની રિસાઈને ઘર છોડીને જતી રહી તો પતિ 60 મીટર ઊંચા હાઈટેન્શન ટાવર પર ચઢ્યો
આણંદ રૂરલ પોલીસ અને આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસ અને ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે પહોંચી

આણંદઃ આણંદના ગાના-દેવરાજપુરા ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાના-દેવરાજપુરા ગામમાં એક પતિએ પત્નીના વિરહમાં હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના એવી છે કે, પત્ની રિસાઈને ઘર છોડીને જતી રહી તો પતિ 60 મીટર ઊંચા ઇલેક્ટ્રિક હાઈટેન્શન ટાવર પર ચઢી ગયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીએ આ યુવકને મનાવીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.
વિગતે વાત કરવામાં આવે તો, પત્ની થોડા સમય પહેલાં રિસાઈને ચાલી ગઈ હતી, જેના કારણે આ યુવકને મનમાં લાગી આવ્યું હતું. જેથી ગાના-દેવરાજપુરા ગામનો આ યુવક આવેલા આશરે 60 મીટર ઊંચા 400 કેવી ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનના ટાવર પોલ પર ચઢી ગયો હતો.
આ ઘટના મામલે લોકોએ સત્વરે આણંદ રૂરલ પોલીસ અને આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર ટીમે સૌથી પહેલા ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે યુવકને સહીસલામત રીતે ટાવર પરથી નીચે ઉતાર્યો હતો.
ફાયરબ્રિગેટની ટીમે આ યુવકને ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનના ટાવર પોલ પરથી નીચે ઉતારીને આણંદ રૂરલ પોલીસને સોંપી દીધી હતો. આણંદ રૂરલ પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી ત્યારે કારણ જાણવા મળ્યું છે. પત્ની રિસાઈને ગઈ હોવાની તેને આ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ પત્ની પ્રત્યેને પ્રેમ છે કે, ગાંડપણ તે નથી સમજાતું. જો કે, પત્ની શા માટે ઘર છોડીને ગઈ હતી, તે મામલે હજી કોઈ વિગતો જાણવા મળી નથી.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
