<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

પાવર સેન્‍ટરમાં યૂ ટર્ન...૨૦૨૭ વિધાનસભાની ચૂંટણી ધ્‍યાને રાખી IPS બદલીના ચોકઠા ગોઠવાઈ છે...

સત્તા અને સંગઠન બંને બદલતા હવે નવી ઘોડી નવો દાવ જેવુ ? હોમ ડિપાર્ટમેન્‍ટના વડા અંગે નિર્ણય થયે લીલી ઝંડી મળશે : પાટનગરમાં ખાનગીમાં આવું મનોમંથન ચાલે છે... : કે.કે ના શિષ્‍ય મનોજ દાસ પાસે જ હોમ ડિપાર્ટમેન્‍ટ યથાવત્‌ રાખવામાં આવશે કે નવા ACS ? આ મુદ્દો ક્‍લિયર થયા પછી લીલીઝંડી? : આપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની કાયદો વ્‍યવસ્‍થાની નોંધપોથી તૈયાર કરી સભાઓ ગજાવવાની મહેચ્‍છાઓ નાકામિયાબ બનાવવા ઉપાયો વિચારાઇ રહ્યા છે...

રાજકોટ, તા.૩: આજે બદલી થશે કાલે થશે એવી વાટ જોતા જોતા IPS અધિકારીઓ અને એક ડઝન જેટલા સિનિયર IPS અધિકારીઓ કોઈ કામગીરી વગર મહિનાઓથી ઘેર બેઠા કંટાળી ગયા છે, બીજી તરફ ખાલી જગ્‍યાઓના વધારાના એક થી વધુ ચાર્જ અન્‍ય IPS ઓફિસરો પાસે છે, આવી અવઢવભરી સ્‍થિતિ વચ્‍ચે હવે શું? એ સવાલ સતત ગુંજી રહ્યો છે. આ સવાલનો જવાબ જાણકારો એવો આપે છે કે, વર્ષો બાદ નાયબ મુખ્‍યમંત્રી પાસે ગ્રહ ખાતાનો સ્‍વતંત્ર હવાલો આવ્‍યો છે, બીજું આ બદલીઓ માટે અગાઉના સંગઠન અને સત્તા કેન્‍દ્ર વચ્‍ચે મતભેદ હતા. હવે આખી પરિસ્‍થિત એ યૂ ટર્ન લીધો છે.  

હવે જે પણ જુના સંગઠન અને સત્તા વચ્‍ચે સમજૂતી થયેલ તેમાં ધરમૂળથી ફેરફાર આવશે. 

બીજું એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મનોજ દાસ ચીફ સેક્રેટરી બન્‍યા છે, આ સ્‍થાન અર્થાત્‌ ગ્રહ વિભાગના વડાનું સ્‍થાન ખાલી છે, મોટા ભાગે આ સ્‍થાનનો હવાલો મનોજ દાસ પાસે જ રહશે. બીજું હવે જે કઈ ફેરફાર કરવાના છે તેમાં ૨૦૨૭ની ધારાસભાની ચૂંટણી કેન્‍દ્રમાં રાખી કરવાના છે, નવા મહત્‍વના પોલીસ કમિ‘રેટ, મહત્‍વની રેન્‍જ બાબતે અમિતભાઈ શાહ સાથે ચર્ચા અથવા તો મનોજ દાસ કે જેમના ગુરુ કે. કે છે તેવો અને હર્ષભાઈ કેટલાક અનુભવી અને પોતાના વિશ્વાસુ IPSનું નવેસરથી કોર ગ્રુપ બનાવી નિર્ણય કરશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કાયદો વ્‍યવસ્‍થાના મુદ્દે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારે દરેક સભામાં ઉછાળે તેવી માહિતી ગૃહ મંત્રાલય અને મુખ્‍ય મંત્રી કાર્યલય સુધી પોહચી હોવાથી આ મુદો બહુ ઉછળે નહીં તે માટે પણ તોડકેવી રીતે કાઢવો, સરકારની સારી યોજના લોકો સુધી કેવી રીતે પહોંચે, લોકોનો સહયોગ કેવી રીતે વધે તે મુદ્દે નવેસરથી મનોમંથન શરૂ થયું હોવાનું વિશ્વસનીય વર્તુળોમાં ચર્ચાય છે

(11:33 AM IST)