<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે: 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી

અમદાવાદ : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એ પછી, ધીરે-ધીરે વરસાદથી રાહત મળશે. હાલ, તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે 

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઇ છે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે

બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. દાંતા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. વહેલી સવારે જ વાતાવરણમાં પલટા બાદ વરસાદ થયો. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયુ છે.

(11:55 AM IST)