<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ખેડૂતોની પડખે સરકાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગામોની મુલાકાત લેશે

સોમવારે બપોર બાદ મુખ્યમંત્રી ગીર સોમનાથના કોડીનારના કડવાસણ અને જૂનાગઢના માળિયાના પાણીદ્રા ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી સ્થળ પરની કુદરતી વિપદાની સમીક્ષા કરશે

રાજકોટ, તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ : રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમવારે બપોર બાદ અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સ્થળ પરની પરિસ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રીની મુલાકાતનો કાર્યક્રમ:
 * ગીર સોમનાથ જિલ્લો: મુખ્યમંત્રી કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લેશે.
 * જૂનાગઢ જિલ્લો: તેઓ માળિયા તાલુકાના પાણીદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી આ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સમસ્યાઓ સાંભળશે.
મંત્રીઓ પણ જોડાશે
મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ સર્વ અર્જુનભાઈ મોઢવાડિયા અને ડો. પ્રદ્યુમનભાઈ વાજા જોડાશે. જ્યારે જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે. આ મુલાકાત દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે સક્રિયતા દાખવી રહી છે.

 

(2:30 PM IST)