News of Monday, 3rd November 2025
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ
નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો 12 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

ગાંધીનગર : રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ - ૨૦૨૫ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૧/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયુ છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
