<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

સુરતના પાંડેસરામાં હીટ એન્ડ રન :અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલકને પકવા તજવીજ હાથ ધરી

સુરતના પાંડેસરામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાટલીબોય નજીક બનેલી ઘટનામાં એક રાહદારીનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મહત્વનું છે કે રાહદારી રાત્રી ભોજન લીધા બાદ ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યો વાહન ચાલક તેને અડફેટે લઈને ફરાર થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી અંદાજે 36 વર્ષીય રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલકને પકવા તજવીજ હાથ ધરી છે.

 

(7:08 PM IST)