તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો :15થી વધુ ફ્લાઇટ 30 મિનિટથી 2 કલાક મોડી પડી
ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરીને અસર: અમદાવાદ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટો મોડી પડી

અમદાવાદમાં સાજના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરીને અસર થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટો મોડી પડી હતી
અમદાવાદમાં વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વાતાવરણ ખરાબ થતાં તેની સીધી અસર વિમાની સેવા પર પડી હતી.
ખરાબ વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી ફ્લાઇટો મોડી પડી છે. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ફ્લાઇટોના શિડ્યુલ ખોરવાયા છે
અમદાવાદ એરપોર્ટ સુત્રોએ કહ્યું કે વાતાવરણ ખરાબ થતાં 15થી વધુ ફ્લાઇટ 30 મિનિટથી 2 કલાક મોડી પડી છે. લો વિઝિબીલીટીના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા છે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
