News of Monday, 3rd November 2025
પાટણના વાતાવરણમાં અચાનક પલટો :તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો : વીજળી થઈ ડૂલ
વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો : ગણતરીની જ મિનિટોમાં માર્ગો પર પાણી ભરાયા

પાટણના વાતાવરણમાં સમી સાંજે અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. ગણતરીની જ મિનિટોમાં માર્ગો પર પાણી ભરાયા હતા. અચાનક બદલાયેલા વાતાવરણને પગલે લોકોમાં દોડધામ મચી ડવા પામી છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
