News of Monday, 3rd November 2025
રાજયના રાત્રીના 8 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ :સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગરના ઘોઘામાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો: અન્ય 45 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો: કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન

અમદાવાદ : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં 3 ઓક્ટોબરના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ઘોઘામાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય 45 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા ખેતીના પાકમાં થયેલી નુકસાનીને લઇ સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.
સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યાના 29 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના 27 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
આજે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ કચ્છના અંજારમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે ભાવનગરના ઘોઘામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિદ્વારકા જિલ્લાના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
