તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ
બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
