News of Tuesday, 4th November 2025
ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટયું: કાલથી ઠંડીનો ચમકારો વધવાની શકયતા
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો

અમદાવાદ : રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની અસર ઘટી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની નબળી પડી છે, આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે , અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો હોવાની વાત સામે આવી છે, આગામી દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ગુલાબી ઠંડીની શરૂઆત થશે
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
