તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
બનાસકાંઠા પંથકમાં વરસાદ યથાવત: પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતો દ્વારા મથામણ
બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની

બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે આફત યથાવત રહી છે, ત્યારે થરાદ, લાખણી, દિયોદરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના આગથળા, કુડા, ભાકડીયાલ, જાલોઢા, માનપુરા, નવાપુરામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યાં છે, બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે, તો હજી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
