તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
સુરતમાં કમોસમી માવઠાના કારણે રોગચાળો વકર્યો : ડેન્ગ્યુ, મેલેરીયા, શરદી અને ખાંસીના કેસની OPDમાં સતત વધારો
નવી સિવિલ હોસ્પિટલમાં રોજિંદા 1000થી વધુ કેસ નોંધાયા: પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો

સુરતમાં પડેલા કમોસમી માવઠાના કારણે રોગચાળો વકર્યો છે, ડેન્ગ્યુ, મેલેરીયા, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો થયો છે, નવી સિવિલ હોસ્પિટલમાં રોજિંદા 1000થી વધુ કેસ નોંધાયા છે. કમોસમી માવઠાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે, મેડિસીન ઓપીડી દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ ગઈ છે અને હજી અઠવાડિયા બાદ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા રાખવા આરોગ્યમંત્રીની સૂચના છે, એક તરફ વરસાદ અને બીજી તરફ ગુલાબી ઠંડી એટલે ડબલ સિઝનમાં લોકો બીમાર પડી રહ્યાં છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
