તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
સસ્તા અનાજની દુકાનો ખુલતી નથી, ગરીબોના ઘરે અનાજ ખૂટ્યું
સરકાર અને દુકાનના સંચાલકો વચ્ચે ગરીબો પીસાયા : ગરીબોના રસોડામાં ઘઉં, ચોખા, મીંઠુ, ખાંડ ખૂટવા લાગી : સોમવારે પણ તમામ દુકાનો બંધ રહી, ગરીબોને ફાંફાં: નાછૂટકે લોકોએ મોંઘાભાવનું અનાજ લાવવાની નોબત

વડોદરા તા.૪: પડતર માગણીઓને લઈને સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ આંદોલન છેડ્યું છે. જેમાં વડોદરા શહેર અને ચામ્યમાં મળીને ૭૫૦ સસ્તા અનાજની દુકાનો આજે ત્રીજા દિવસે પણ બંધ રહેતા ગરીબોની હાલત કફોડી બની રહી છે. રસોડામાં રહેલ ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, મીઠુ, ચણા વિગેરે ખૂટવા લાગતા નાછૂટકે ગરીબોએ મોંથા ભાવે ખરીદી કરવાનો વારો આવ્યો છે.ત્યારે આવતીકાલે સત્તા અનાજની દુકાનોના સંચાલકો આંદોલનના ભાગરૂપે આヘર્યજનક કાર્યક્રમ આપવાના હોવાનું જાણવા મળે
વડોદરા શહેર અને ગ્રામ્યમાં મળીને જિલ્લામાં સસ્તા અનાજની ૭૫૦ જેટલી દુકાનો છે. જેને સરકાર દ્વારા રાહતદરે અનાજનો જથ્થો જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે ફાળવવામાં આવે છે, પરંતુ સરકારે નક્કી કરેલા કમિશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આ આંદોલન સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ચલાવી રહ્યાં છે. જેને લઈને ગઈ તા.૧લી નવેમ્બરથી જ આંદોલન શરૂ કરવામાં આવતા વડોદરાની તમામ ૭૫૦ દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવી હતી. તેમજ બીજી તરફ, પુરવઠા વિભાગ પાસેથી અનાજનો પુરવઠો લેવાનુ પણ બંધ કરી દેવાયું હતું.
સૂત્રોએ કહ્યું કે, આજે સોમવારે પણ આ તમામ દુકાનો બંધ રહી હતી. ત્યારે સરકાર અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો વચ્ચે ચાલતી માથાકુટમાં ગરીબો પીસાઈ રહ્યાં છે. અંત્યોદય કાર્ડ, એપીએલ. બીપીએલ કાર્ડ ધારકોને અનાજ નહીં મળતા તેમની હાલત કફોડી બની છે. હજૂ થોડાક દિવસો પહેલા જ દિવાળી ગઈ ત્યારે હવે જરૂરિયાતમંદ ગરબોના ઘરમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણાની સાથે સાથે ખાંડ અને મીઠું પણ ખતમ થવા આવ્યું છે. ખાંડ અને મીઠુ તો પણ તેઓ નજીકના સ્ટોરથી ખરીદી લાવે છે પરંતુ ચોખા, ઘઉં તેમજ કઠોળ મોંઘાભાવે ખરીદવાનો વારો આવ્યો છે. આ જ રીતે, આંદોલન ચાલશે તો આગામી દિવસોમાં ગરીબ પરિવારોના ઘરોમાં પરિસ્થિતિ વિકટ બનશે. તેમજ આંદોલન સમાપ્ત થયા બાદ પણ ચલણો ભરવા, પુરવઠો લખાવવો તેમજ પુરવઠો આવવાની પ્રક્રિયાને લઈને સમયસર અનાજ મળે તેવી શક્યતા નહિવત છે.(૩૮.૨૬)
૪૫ ટકા દુકાનદારોએ ચલણ ભરી દીધા હોવાનો તંત્રનો દાવો
શનિવારથી શરૂ થયેલા આ આંદોલનને લઈને જિલ્લાનુ પુરવઠા વિભાગ પણ ચિતિત છે. પુરવઠા વિભાગે દુકાનોના સંચાલકોને પણ મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. પરંતુ બીજી તરફ પુરવઠા વિભાગે દુકાનદારોને અનાજનો પુરવઠો મંગાવવા માટેના ચલણો ભરાવવા પર ભાર મુક્યો હતો. જેમાં આજે સાંજ સુધીમાં ૪૫.૩૨ ટકા દુકાનદારોએ એટલે કે ૩૪૦ જેટલા દુકાનદારોએ ચલણો ભરી દીધા હોવાનો પુરવઠા વિભાગે દાવો કર્યો હતો.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
