તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

વડોદરા શહેરના રમતવીરો માટે એક ખુશખબર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા અકોટા વિસ્તારમાં આવેલા છોટુભાઈ પુરાણી સ્ટેડિયમ ખાતે રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ૩૫,૯૩૫ ચોરસ મીટરના કુલ વિસ્તારમાં આકાર લેનારા આ કોમ્પ્લેક્સમાં અદ્યતન સુવિધાઓ હશે.
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં ૭,૧૪૦ ચોરસ મીટરનું નવું ફૂટબોલ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકો માટે મોટી ગેલેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક વિશાળ ઇન્ડોર સ્પોર્ટ્સ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં દર્શકોની બેઠક વ્યવસ્થા સાથે ૬ આધુનિક બેડમિન્ટન કોર્ટ્સ હશે. રમતવીરો માટે ૩,૮૭૦ ચોરસ મીટરમાં ૨૦૦ (બસો) મીટર લાંબી સ્કેટિંગ રિંક પણ તૈયાર કરાશે.
આ કોમ્પ્લેક્સ વડોદરાના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ, બેડમિન્ટન અને સ્કેટિંગની તાલીમ માટે અત્યાધુનિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
