તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
અમદાવાદ 'ઈડી' દ્વારા બેટિંગ-જુગાર રેકેટના રૂપિયા ૩૫.૮૦ કરોડ જપ્ત: ૩૦૦થી વધુ બેંક ખાતાઓ ટાંચમાં લેવાયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), અમદાવાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગના એક મોટા કેસમાં રૂપિયા ૩૫.૮૦ કરોડની રકમ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ કાર્યવાહી જિતેન્દર તેજાભાઈ હિરાગર અને અન્ય સામેના કેસમાં કરવામાં આવી છે, જે ગેરકાયદેસર બેટિંગ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવેલી ગુનાહિત આવક સાથે સંબંધિત છે.
ઈડી દ્વારા ૩૦૦ થી વધુ બેંક ખાતાઓમાં જમા રકમ ટાંચમાં લેવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટમાં ભોળા લોકોના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ૪૪૮ "પ્રાઇમરી" બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. આ ડમી ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે મોટા પાયે નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો.
પ્રથમ સ્તરે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો ધરાવતા ૯૯૫થી વધુ બેંક ખાતાઓ ચકાસવામાં આવ્યા છે. ઈડી દ્વારા વધુ તપાસ પ્રગતિમાં છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
