તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 4th November 2025
ગિરનાર પરિક્રમા અંતર્ગત ડુંગરડા તાલીમ કેન્દ્રથી 97 વન રક્ષધી તાલીમાર્થીઓ દ્વારા નાયબ વનસંરક્ષક અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ સાધુ સંતોને અગવડ ના પડે અને સુચારુ રીતે પરિક્રમા પૂર્ણ થાય એ રીતે કામગીરી:જુઓ વિડીયો
અંબાજી મંદિરથી દત્તાત્રેય મંદિર સુધ તેમજ સીડીથી નીચે અતિ દુર્ગમ ખીણ ભાગમાં નાખવામાં આવેલો કચરો પણ તાલીમાર્થીઓ દ્વારા શ્રમદાનના માધ્યમથી એકઠો કરાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪
ગિરનાર પરિક્રમા 2025 અંતર્ગત ડુંગરડા તાલીમ કેન્દ્રથી 97 વન રક્ષક તાલીમાર્થીઓએ નાયબ વનસંરક્ષક અક્ષય જોશી ના માર્ગદર્શન હેઠળ પરિક્રમા દરમિયાન માનવ વન્યજીવ સંઘર્ષ નિવારવા તથા પ્રતિકાત્મક પરિક્રમા માં પરિક્રમા રૂટ પર પૂજ્ય સાધુ સંતો સાથે રહીને સાધુ સંતોને અગવડ ના પડે અને સુચારુ રીતે પરિક્રમા પૂર્ણ થાય એ રીતે સારી કામગીરી કરેલ છે.
નાયબ વન સંરક્ષક દ્વારા તાલીમાર્થીઓને ગિરનાર વન્યજીવ અભ્યારણ ના અગત્યના પાસા જેવા કે વન્યજીવ રહેઠાણ વ્યવસ્થાપન, વન્યજીવ બચાવ અને સંરક્ષણની કામગીરી, ગિરનાર વન્યજીવ અભયારણ્ય ની જૈવ વિવિધતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં ભાવિકો માટે ગિરનાર પરિક્રમા રદ થતાં ભાવિકોનું ઘોડાપૂર અંબાજી મંદિર તથા દત્તાત્રેય મંદિર તરફ જોવા મળેલ. તાલીમાર્થીઓ દ્વારા સ્વેચ્છાએ અંબાજી મંદિરથી દત્તાત્રેય મંદિર સુધી કચરો એકઠો કરી શ્રમદાન કરવામાં આવ્યું તેમજ સીડી થી નીચે અતિ દુર્ગમ ખીણ ભાગમાં નાખવામાં આવેલો કચરો પણ તાલીમાર્થીઓ દ્વારા શ્રમદાનના માધ્યમથી એકઠો કરી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર ગિરનારને તેની કુદરતી અવસ્થામાં જાળવી રાખવાનો તાલીમાર્થીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા અતિ રળિયામણા ગિરનાર પર્વતને કચરા મુક્ત રાખવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
