<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ગુજરાત કોગ્રેસ નેતાઓને દિલ્લી હાઈકમાન્ડનું તેડું : અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્લી પહોંચ્યા

સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક :ગુજરાતમાં કોંગ્રેસનું નવું સંગઠન માળખુ: કોંગ્રેસના જનલક્ષી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરાશે.

ગુજરાત કોગ્રેસના નેતાઓને દિલ્લી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્લી પહોંચ્યા છે. સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક યોજશે.  ગુજરાતમાં કોંગ્રેસનું નવું સંગઠન માળખુ, કોંગ્રેસના જનલક્ષી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરાશે. 

   ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્લી હાઇકમાન્ડનું તેડું આવ્યું છે.  આ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનનું માળખું તૈયાર કરવા માટેની અંતિમ સૂચનાઓ આપવાનો છે, જેથી પક્ષ જમીની સ્તરે વધુ મજબૂત બની શકે.

(6:04 PM IST)