<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

દીવમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના: પોલીસનો ચૂસ્તબંદોબસ્ત

દીવ જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નંબર 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. દીવની જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો અને બુચરવાડા અને જોલાવાડી બન્ને ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડમાં સભ્યોને ભાજપના ઉમેદવારોને બીન હરીફ વિજેતા જાહેર થતા દીવ કલેકટર અને ચૂંટણી અધિકારીના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં.

હવે દીવ જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નંબર 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી અગામી 5 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. અને ખરા ખરીનો ખેલ જામશે. દીવ કલેકટરના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દીવ પ્રશાસને પુરી વ્યવસ્થા પુર્ણ કરીને ટોટલ 14 પોલીંગ સ્ટેશન પર 90 સરકારી અધિકારીઓ અને કર્મચારી ઓ સાથે દીવથી 50 પોલીસ અધિકારીઓ સાથે ગુજરાતના ગીરસોમનાથથી 150 પોલીસ મહિલા પોલીસ ફરજ બજાવશે.

બે સેકટર વણાંકબારામાં 10 અને બુચરવાડામાં 4 પોલીંગ સ્ટેશન પર લાઈવ વેબકાસ્ટ કેમેરા સીધા કલેકટર તેના ઉપર નજર રાખી શકે સહિતની મતદારો માટે પીવાના પાણી, શૌચાલય તેમજ અન્ય સુખ સુવિધા સાથે ભય મુકત મતદાન કરી શકે તે માટે બે દિવસ દારૂ બંધી (ડ્રાઈ ડે) જાહેર કરી ઈલેકશન કમીશ્નરના મોડલ કોડ ઓફ કન્ટકના આધારે પ્રશિક્ષિત ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે.અને મોટી સંખ્યામાં મતદાતા આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને નવા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કરે તેવી સુવિધા કરવામાં આવી છે.

 

(9:31 PM IST)