<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ભરૂચ જિલ્લાના માવઠાથી અસરગ્રસ્ત 654 ગામોમાં પાક નુકસાનીનો સરવે કામગીરી પૂર્ણ

કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના નવ તાલુકોમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું

ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે.

કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ આ માટે 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી, આત્મા વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ટીમો ગામ ગામની મુલાકાત લઇ સરપંચ, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચકામ અનુસાર માહિતી સંકલિત કરી પૂર્ણ કરવામાં આવ્યું.

જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકનું ૨ લાખ ૧૧ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના નવ તાલુકોમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે.તેમણે વધુમાં જણાવ્યુ છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનીટરીંગ ચાલુ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા.૩ની સ્થિતિને ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડીયા, આમોદ,વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ ૬૫૪ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં ૨૦૫૪૫૪ હેક્ટર વાવેતર પૈકી ૧૮૯૧૭૫ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે.જેમાં ૩૩ ટકા કે તેથી વધુ ૧૩૫૦૬૪ જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.ખેડૂતોએ તેઓની આપવીતી સંભાળવી સરકાર યોગ્ય વળતર આપશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

(9:33 PM IST)