તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
ગોધરાનું શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ :પ્રથમ અજમેરાની CA પરીક્ષામાં મોટી સિદ્ધિ: દેશભરમાં 600થી 464 માર્ક સાથે 12મો રેન્ક મેળવ્યો
સ્થાનીક શિક્ષણજગત સહિત ગોધરા શહેરના નાગરિકો અને વિદ્યાભ્યાસમાં લાગી રહેલ યુવા પેઢી દ્વારા પ્રથમ અજમેરાને વધામણીઓ મળી રહી છે.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ હાંસલ કર્યું છે. ગોધરાના તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ અજમેરાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નેશનલ લેવલની પરીક્ષામાં દેશભરમાં 600માંથી 464 માર્ક સાથે 12મો રેન્ક મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા પ્રથમ અજમેરાના પિતા સહકારી બેંકમાં કલેક્શનનું કામ કરે છે. મહામુશ્કેલ ગણાતી આ પરીક્ષામાં ટોપ 50 રેન્કમાં સ્થાન મેળવી, પ્રથમે સાબિત કર્યું છે કે સંજોગો નહીં, પરંતુ લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અને અનવરત મહેનત જ સફળતા અપાવે છે.
દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ CA ની પરીક્ષા આપે છે, જેમાં ટોપ 50 રેન્ક મેળવવી પણ મહા મુશ્કેલ માનવામાં આવે છે. ત્યારે સામાન્ય વર્ગના પરિવારમાંથી આવતાં અને ગોધરાની સહકારી બેન્કમાં પિતાનું કલેક્શનનું કામ હોવા છતાં પ્રથમ અજમેરાએ અનવરત મહેનતના બળે આ સિદ્ધિ મેળવી અદમ્ય ઇચ્છાશક્તિનો પ્રતિક બની ગયો છે.પ્રથમ અજમેરાની આ સિદ્ધિથી શહેરમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનીક શિક્ષણજગત સહિત ગોધરા શહેરના નાગરિકો અને વિદ્યાભ્યાસમાં લાગી રહેલ યુવા પેઢી દ્વારા પ્રથમ અજમેરાને વધામણીઓ મળી રહી છે.
ગોધરા શહેરના શિક્ષકોનું માનવું છે કે “સંઘર્ષમાં રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક જીવંત પ્રેરણા છે કે પરિસ્થિતિઓ નહીં, પરંતુ લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અને મહેનત જ સફળતા અપાવે છે.”ગોધરા સહિત સમગ્ર પંચમહાલ અને મધ્ય ગુજરાત માટે પ્રથમ અજમેરાની આ સિદ્ધિ ગૌરવની સાથે સાથે પ્રેરણાનું પ્રતિક બની છે.આમ, યુવા પ્રતિભાએ સાબિત કર્યું છે કે સંજોગો કેટલી પણ કઠિન હોય, પરંતુ સપના મોટા હોય તો ગોધરા જેવી નાના શહેરમાંથી પણ “ઓલ ઈન્ડિયા રેન્ક” મેળવી શકાય છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
