<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પર દબાણ હટાવતી વખતે ઉગ્ર ઘર્ષણ થયું : મારામારીમાં 3 મજૂર ઘાયલ

બનાવ અંગે દબાણ વિભાગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી

અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા નજીક AMCના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ અને દબાણકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી આ મારામારીમાં દબાણ વિભાગના ત્રણ (3) મજૂરોને ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે દબાણ વિભાગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

(12:56 AM IST)