તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 5th November 2025
અમદાવાદમાં સસ્તા એક્ટિવાની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો
આ ઠગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો

--
અમદાવાદમાં સસ્તા વાહનો આપવાની લાલચ આપીને મહિલાઓ સાથે મોટા પાયે છેતરપિંડી આચરનાર એક ઠગની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અંકિત ઉર્ફે મનીષ શાહ તરીકે થઈ છે. આ ઠગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો. તે જાણી જોઈને અત્યંત સસ્તા ભાવે એટલે કે માત્ર રૂપિયા 7 હજારમાં એક્ટિવા વેચવાની જાહેરાત મૂકતો હતો, જેના કારણે અનેક લોકો તેની લાલચમાં આવી જતા હતા. આ જાહેરાત જોઈને જે મહિલાઓ કે લોકો તેની સાથે સંપર્ક કરતા, તેમની પાસેથી તે એડવાન્સ પેમેન્ટ લઈને ગાયબ થઈ જતો હતો અને એક્ટિવા આપતો નહોતો.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
