તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 5th November 2025
વડગામના ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ વતન લવાતા ભાવુક દ્રશ્યો સર્જાયા
નમાં ચાદર માંગવા જેવી નજીવી બાબતે ચપ્પાના ઘા ઝીંકી જવાનની હત્યા કરાઈ હતી. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લવાતા છાપી હાઈવેથી ગીડાસણ સુધી અંતિમ યાત્રા યોજાઈ

બનાસકાંઠામાં સર્જાયા ભાવુક દ્રશ્યો. વડગામના ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ વતન લવાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ,ગામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા . મહત્વનું છે કે GRP ના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની બિકાનેર નજીક ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી. ટ્રેનમાં ચાદર માંગવા જેવી નજીવી બાબતે ચપ્પાના ઘા ઝીંકી જવાનની હત્યા કરાઈ હતી. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લવાતા છાપી હાઈવેથી ગીડાસણ સુધી અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો શહીદ જવાનને અંતિમ વિદાય આપવા ઉમટ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે જવાનને અંતિમ વિદાય અપાતા ગામમા શોકમગ્ન માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે શહીદ જવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
