<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સુરત જિલ્લામાં કોસંબામાંથી એક મહિલાનો મૃતદેહ બેગમાંથી મળી આવવાના પ્રકરણમાંમૃતક મહિલાના ડાબા હાથ પર અંગ્રેજીમાં 'D' અને 'આશા' નામનું ટેટૂ જોવા મળ્યું છે, જે તેની ઓળખ માટે મહત્ત્વપૂર્ણ કડી બની

પોલીસવડાએ સ્થળની મુલાકાત લીધી હતી એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક રૂરલ પોલીસની ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે આરોપીને પકડવા માટે એફ.એસ.એલ., ડોગ સ્ક્રોડની મદદ લીધી અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી

સુરત તા.૫ સુરત જિલ્લામાં મહિલાઓની હત્યાના બે બનાવોએ ચકચાર મચાવી દીધી છે. રવિવારે કોસંબામાંથી એક મહિલાનો મૃતદેહ બેગમાંથી મળી આવ્યો હતો. તે પછી તરત જ, ગઈકાલે બારડોલી તાલુકાના સેજવાડ ગામ નજીકથી પસાર થતી કાકરાપાર નહેર પાસેથી આશરે 30 થી 35 વર્ષની અજાણી મહિલાનો વધુ એક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિક ગ્રામજનોએ જાણ કરતાં બારડોલી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લેવાયો ત્યારે તેના ગળા અને આંખના ભાગે ઇજાના નિશાન તેમજ માથામાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું, જે હત્યા તરફ ઈશારો કરે છે. પોલીસને મૃતદેહ પાસેથી લોહીવાળો એક લાકડાનો ટુકડો પણ મળ્યો હતો. મૃતક મહિલાના ડાબા હાથ પર અંગ્રેજીમાં 'D' અને 'આશા' નામનું ટેટૂ જોવા મળ્યું છે, જે તેની ઓળખ માટે મહત્ત્વપૂર્ણ કડી છે.

એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક રૂરલ પોલીસની ટીમો અલગ-અલગ દિશામાં કરી રહી છે તપાસ

બનાવની ગંભીરતા જોતાં જિલ્લા પોલીસવડાએ સ્થળની મુલાકાત લીધી હતી. હાલમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક રૂરલ પોલીસની ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે આરોપીને પકડવા માટે એફ.એસ.એલ., ડોગ સ્ક્રોડની મદદ લીધી છે અને હાઇવે પરના પેટ્રોલ પંપ તેમજ હોટલોના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

મૃતદેહનું કરવામાં આવી રહ્યું છે પોસ્ટમોર્ટમ

મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે જિલ્લા પોલીસે દક્ષિણ ગુજરાતના તમામ પોલીસ મથકોમાં જાણ કરી છે. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. હત્યાનો સિલસિલો યથાવત રહેતા, પોલીસ આરોપીને વહેલી તકે પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

(3:36 PM IST)