<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખાડારાજની સમસ્યા : રોડ-રસ્તાના સમારકામમાં ધતિંગ પંચા દોઢસો :વાહનચાલકો પરેશાન

થોડાક જ સમયમાં કપચી રોડ ઉપર છૂટી પડી ગઈ હોય તેવા દ્રશ્યો :મોટી મોટી અણીદાર કપચીના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના રાજમાર્ગો પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા, ત્યારે તંત્ર દ્વારા તે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કેટલીક એજન્સીઓ દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે.

કવાટ નગરના એમજીવીસીએલ કચેરી પાસેથી નસવાડી જતા હાઇવે ઉપર થોડા દિવસ પહેલા જ તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં થોડાક જ સમયમાં કપચી રોડ ઉપર છૂટી પડી ગઈ હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે જે મોટી મોટી અણીદાર કપચીના કારણે રાહદારીઓ પારાવાર મુશ્કેલી ભોગી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, હાલ જિલ્લાના કેટલાક બ્રીજો જર્જરીત થતા અને ભારજ નદી પરનો ડાયવર્ઝન ધોવાઈ જતા તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે મધ્યપ્રદેશથી આવતા અને વડોદરા અને સુરત જવા માટે ભારદારી વાહનો માટે છોટાઉદેપુર થી કવાટ, નસવાડી, ડભોઇ થઈ વડોદરા જવા માટે ડાઈવરજન આપવામાં આવ્યું છે.

 

છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદ અને ભારદારી વાહનોના અવરજવરના કારણે રસ્તાઓને વધુ નુકસાન થયું છે, ત્યારે તંત્ર દ્વારા અવરજવર કરતા રાહદારીઓ ને પડી રહેલી તકલીફ માટે રોડ રસ્તા ઉપર પડેલા ખાડા પુરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ તંત્ર દ્વારા વેઠ ઉતારતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, અને તેના કારણે સ્થાનિકો અને અવરજવર કરતા નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગી રહ્યા છે, અને તંત્ર દ્વારા સારું કામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

(7:11 PM IST)