<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

દાહોદમાં દેવગઢ બારીયાના ચેનપુર ગામમાં હ્રદયદ્રાવક ઘટના: વીજ કરંટ લાગતા 3 વર્ષના માસુમ બાળકનું મોત

ઘરની બહાર રમતા બાળક પર MGVCLના વિજ થાંભલા પરથી વીજવાયર તૂટીને પડ્યો

દાહોદમાં દેવગઢ બારીયાના ચેનપુર ગામમાં વીજ કરંટ લાગતા 3 વર્ષના બાળકનું મોત થયું હોવાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ચેનપુરમાં ઘરની બહાર રમતા બાળક પર MGVCLના વિજ થાંભલા પરથી વીજવાયર તૂટીને પડ્યો હતો. વીજ વાયર પડતા બાળકને વિજ કરંટ લાગ્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

 

 

મળેલી માહિતી પ્રમાણે દેવગઢ બારીયાના ચેનપુર ગામે ઘરની બહાર બાળક રમી રહ્યો હતો ત્યારે અચાનક તેની ઉપર વીજ વાયર પડ્યો હતો. બાળક ઉપર વીજ વાયર તૂટી પડતા બાળકને કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 3 વર્ષિય બાળક આશિષ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

 

 

આ બાળક ઘરમાંથી બહાર નીકળીને રમવા જતો હતો ત્યારે થાંભલા પરથી અચાનક જ વીજ વાયર તેના પર તૂટ્યો હતો. બનાવમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી બહાર આવી રહી છે. ચોમાસામાં ભારે પવન ફૂંકાવાના કારણે વીજ વાયરોને પણ અસર થાય છે ત્યારે ચોમાસા પછી ફરીથી તમામ વીજ થાંભલાઓનું ચેકીંગ કરીને વાયરો લટકતા છે કે કેમ તેની ચકાસણી કરવી જરુરી છે.

(7:35 PM IST)