<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભવ્ય ઉજવણી કરાઈ : 1,11,111 દીવાઓ પ્રગટાવીને વિશાળ દીપમાળ તૈયાર કરાયા

સમગ્ર મંદિર પરિસર અને ઘુમ્મટને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા : દિવ્ય દૃશ્યના દર્શન કરવા માટે મંદીર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

નડિયાદ : દેવ દિવાળીના શુભ પર્વે ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મંદિર પરિસર અને ઘુમ્મટને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને 1,11,111 દીવાઓ પ્રગટાવીને વિશાળ દીપમાળ તૈયાર કરવામાં આવી હતી. આ દિવ્ય દૃશ્યના દર્શન કરવા માટે મંદીર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ સાથે જ, મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ઉત્સવના માહોલને ચાર ચાંદ લગાવી દીધા હતા.

(10:27 PM IST)