<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ચૂંટણી પહેલા મોટો ફેરફાર : શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકોનો નવો આદેશ ના થાય ત્યાં સુધી રદ કરી દેવાઈ: નવા સમાવિષ્ટ વિસ્તારોની સમીક્ષા બાદ ફાળવણી કરાશે

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા નગર પાલિકા વિસ્તારમાં થતા ફેરફારોને લઈને અનામત બેઠકો રદ કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લાની શહેરા નગર પાલિકામાં વરિઆલ, ઝોઝ, મીઠાપુર, ખરેડિયા ગૃપ, લાભી, હાંસેલાવ, ભદ્રાલા, વાંટા-વછોડા ગૃપ જૂથ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ ફેરફારને કારણે નગરપાલિકાની અનામત બેઠક ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવી છે. હવે આ બેઠકો નવેસરથી નક્કી કરવામાં આવશે. આ બેઠકો નવો આદેશ ના થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે.

બીજી તરફ વડોદરા જિલ્લાની ડભોઈ નગર પાલિકામાં પણ નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વેગા, કાજાપુર, તરસાણા અને ટીંબી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોનો સમાવેશ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો નવો આદેશ ના થાય ત્યાં સુધી રદ કરી દેવામાં આવી છે. હવે નવેસરથી બેઠકો નક્કી કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. 

(10:35 PM IST)