તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
વડોદરાના કરજણ નજીક કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાઈ :ચાલક સહિત બે લોકોના મોત
કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર બકાપુરા ગામ પાસે અલ્ટો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ : કારનો કચ્ચરઘાણ

વડોદરા જીલ્લાના કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર અલ્ટો કારને અકસ્માત નડતા બે શખ્સોના મોત નિપજ્યા છે. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જીલ્લાના કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર બકાપુરા ગામ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી અલ્ટો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. કારમાં બંને શખ્સો ભરૂચથી શિનોરના અનસૂયા માતાજી મંદિરે દર્શનાર્થે આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
