News of Wednesday, 5th November 2025
સુરતના મહિધરપુરા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો 23 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો
હવે આરોપી શંકરને રાજસ્થાનથી સુરત લાવી પોલીસે ઉંડાણપૂર્વક પૂછપરછ કરી તપાસ શરૂ કરી

સુરતના મહિધરપુરા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો આરોપી છેલ્લા 23 વર્ષથી ફરાર હતો, જેને મહિધરપુરા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આરોપી શંકર પન્નાલાલ ગાયરીને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આરોપી શંકર 2002થી વોન્ટેડ હતો અને છેલ્લા 23 વર્ષથી તેને પકડવા મહિધરપુરા પોલીસની ટીમ મહેનત કરી રહી હતી. ત્યારે હવે આરોપી શંકરને રાજસ્થાનથી સુરત લાવી પોલીસે ઉંડાણપૂર્વક પૂછપરછ કરી તપાસ શરૂ કરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
