તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Thursday, 6th November 2025
સલમાન લસ્સીના પગમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોળી મારી દીધી
ડોન બનવા માટે કોઇપણ કારણ વિના હત્યા કરનાર ઝનૂની ગુનેગારને પોલીસ સામે થવાનું મોંઘુ પડી ગયું : સલમાન લસ્સીના કારનામાં લોકો દ્વારા સીપી અનુપસિહ ગેહલોત સુધી પહોચતા આગ બબૂલ્લા થઈ ગયેલઃ ક્રાઇમ બ્રાન્ચના વડા રાઘવેન્દ્ર વસ્ત ચર્ચા કરી, ડીસીપી ભાવેશ રોજીયા ટીમને જવાબદારી આપેલ : લોકેશન ટ્રેકની લીલી ઝંડી મળી, પોલીસ નજીક જતા ધારદાર છરી વડે મુકાબલો, સચેત પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા દ્વારા ફાયરિગ કરી કાબૂ કરેલ : સલમાન પણ પોલીસ કમિશ્નરના મિજાજ અને ભાવેશ રોજીયા ટીમ મેદાને પંડયાનું જાણી, સુરત છોડી નવસારી પંથકમાં છુપાયેલ

રાજકોટ તા.૬: રીઢા ગુનેગારો, લુખ્ખા તત્વો, ડ્રગ્સ માફીયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા ચાલતા જંગમાં સુરતના કુખ્યાત અને સુરતમાં મોટા ડોન બનવા એક હત્યા કરનાર સલમાન લસ્સીને સુરત ક્રાઇમ બ્રાન્ચને પડકારી હુમલો કરવાનું ભારે પડી ગયું છે, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોઢા દ્વારા સલમાન લસ્સીને પગમાં સીધી ગોળી ધરબી દેતા , પોલીસ વિશેષ કંઈ કરે તે પહેલા શરણાગીતિ સ્વીકારી લેતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડેલ છે.
સૂત્રોમાંથી સાંપડતા અહેવાલ મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાં સલમાન દ્વારા ડોન બનાવાના ચક્કરમાં એક વ્યક્તિની કારણ વિના હત્યા કરી નાખી હતી. પોલીસ કમિશનર અનુપસિહ ગેહલોત આ રીતે કાયદો વ્યવસ્થા અર્થાત્ પોલીસ સામે સીધો પડકાર ફેંકવાની હિસત કરતા આગ બબુલા બની ગયેલ. તેઓ દ્વારા તાકીદે ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ભાવેશ રોજિયા સાથે ચર્ચા કરી હતી, સલીમને કોઈપણ ભોગે પકડી તેને સુરત પોલીસ શું છે? તેનું ભાન કરાવવા માટે જવાબદારી સુપ્રત કરેલ.
સુરત સીપીના આકરા મિજાજ અને પોતાને પકડવાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વ હેઠળની ટીમને સુપ્રત થયાનું સલમાન લસ્સી જાણી જતા, પરિસ્થિતિની ગંભીરતા સમજી સલીમ લસ્સી સુરત છોડી નવસારી પંથકમાં ડાભેલ પાસે છુપાઇ ગયેલો ્.
બીજી તરફ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા પોતાની ટીમને સુપ્રત કરેલ જવાબદારીમાં કોઈ કસર છોડવા માગતા ન હોય ટેક્રિકલ સર્વેલેન્સ સાથે પોતાના બાતમીદાર વર્તુળો એક્ટિવ કરેલ.
પોલીસની જહેમત રંગ લાવી અને સલમાન લસ્સી નવસારી પંથકમાં ડાભેલ નજીક છુપાઈ ગયો હોવાનું જાણવા મળેલ. લોકેશન કેન્ફમે હોવાની લીલી ઝંડી મળતા ટીમો રવાના થયેલ. સલમાન લસ્સી તલવાર, છરી કે અન્ય ફાયર આર્મ્સ દ્વારા હુમલા કરવાની માનસિકતા ધરાવતો હોવાથી, ક્રાઈમ બ્રાન્ચ સતર્ક હતી ક્રાઇમ બ્રાન્ચ ટીમ નજીક જતા તુર્ત સલમાને ઓચિતી ધારદાર છરી વડે હુમલો કર્યો, પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી . સોઢા સહિતની સચેત હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોઢા દ્વારા તુરંત રિવલોવરથી પગમાં ગોળી ધરબી લેવાયેલ , શાંત પડેલ સલમાનને અંતે સારવાર હેઠળ હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડેલ.

(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
