<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ર૧ દિવસના દિવાળી વેકેશનની રજાની મજા પૂર્ણ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ

બીજા સત્રમાં ૧૪૪ દિવસનું શિક્ષણ કાર્ય * કોલેજો-ભવનોમાં આવતીકાલથી નવુ સત્ર શરૂ

રાજકોટ તા. ૬ :.. દિવાળીની ર૧ દિવસની રજાની મજા માણ્‍યા બાદ આજથી ગુજરાતભરની શાળાઓમાં બીજા શૈક્ષણીક સત્રનો ઉત્‍સાહભેર પ્રારંભ થયો છે. જયારે સરકારી યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં પણ આવતીકાલથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થશે.સમગ્ર ગુજરાત રાજયની પ૪ હજારથી વધુ ખાનગી, સરકારી, ગ્રાન્‍ટેડ પ્રાથમિક - માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં ૧૬ ઓકટો. ની પ નવેમ્‍બર સુધી ર૧ દિવસનું દીવાળી વેકેશન હતું. પ્રથમ શૈક્ષણીક સત્રમાં ૧૦પ દિવસનું શિક્ષણકાર્ય રહ્યું. આજથી શરૂ થયેલ શાળાઓનું બીજા શૈક્ષણીક સત્ર ૧૪૪ દિવસ આગામી ૩-પ-ર૦ર૬ સુધી રહેશે.

બીજા શૈક્ષણીક સત્રમાં ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડના વિષયોની શાળા દ્વારા લેવાનારી પરીક્ષા ૩૦ જાન્‍યુઆરીથી તા. ૩ ફેબ્રુઆરી ર૦ર૬ દરમિયાન લેવાશે. જયારે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચસ્‍તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષા તા. ર૬મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. જે તા. ૧૬-૩-ર૦ર૬ સુધી ચાલશે.

છેલ્લા ર૧ દિવસથી વિદ્યાર્થીઓની ચહલપહલ વગર સૂમસામ રહેલ શૈક્ષણીક સંકુલો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠયા હતાં. સવારથી રાજમાર્ગો ઉપર પણ વિદ્યાર્થીઓ - વાલીઓ નજરે પડતા હતાં.

(1:52 PM IST)