<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ખેડૂતોના દેવા માફ કરો આર્થિક રાહત આપો,પાક વિમા યોજના ચાલુ કરો : અમિત ચાવડા-તુષાર ચૌધરી

ઉદ્યોગપતિઓને નહિ, હવે ખેડૂતોને ન્‍યાય આપો : કોંગ્રેસ પક્ષ ખેડૂતોની લડત અંત સુધી લડશે : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા' નો પ્રારંભ : સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થઈને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્‍કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિતના ઉપસ્‍થિત

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૬: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આજે કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા' નો પ્રારંભ થયો છે આ યાત્રા

સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્‍કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે.

યાત્રાના  પ્રારંભે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરો, પાકવિમા યોજના ચાલુ કરો,પાંચ પચીસ ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોના કેમ નહિ? રાજ્‍યમા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્‍યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લળવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્‍યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી , સોયાબીન, કપાસ સહિતના પાકોને સંપૂર્ણ નુકશાન થયું છે અને વધીને અનેક વિસ્‍તારોમા શિયાળાની સિઝનના પાકો જેમ કે જીરુના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થતુ છે જેને કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ઘરનુ ગુજરાન ચલાવવા મુશ્‍કેલ બનશે તેમજ માલ ઢોર માટે ચારાની મોટી સમસ્‍યાઓ ઉદભવવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્‍યા છે ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આ તમામ પ્રકારની લાગણીને ધ્‍યાને લઈને ઉપરોક્‍ત હક્ક માટે ‘કિસાન આક્રોશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્‍યું છે.આ યાત્રાનું પ્રસ્‍થાન  ભગવાન સોમનાથના આશીર્વાદથી થયું હતું અને ૧૩ નવેમ્‍બરે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી સમાપન થશે.

 આ યાત્રા સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્‍કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે.કુદરત રૂઠી અને સરકાર સૂતી રાજ્‍યમાં અતિવળષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્‍ત ૩૦ થી ૩૫ ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ ૨૦૨૦થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્‍યા છે.

કોંગ્રેસ પક્ષની ૮ મુખ્‍ય માંગણીઓ છે જેમાં ખેડૂતોનું દેવું માફ કરો.જેમ મનમોહનસિંહ સરકારે ૭૨,૦૦૦ કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમ જ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે.પાકવિમા યોજના તાત્‍કાલિક શરૂ કરો ,૨૦૨૦થી ગુજરાતમાં બંધ છે - પરંતુ દેશના બાકીના રાજ્‍યોમાં ચાલુ છે.ખેડૂતોને સીધી સહાય,કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે - તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતને રૂ.૧,૩૫,૦૦૦ થી રૂ.૧,૫૦,૦૦૦ સુધીની સહાય સીધી જમા કરવી,ખોટી જમીન માપણી રદ્દ કરો,ભાઈપ્રભાઈ વચ્‍ચે ઝગડા ઊભા કરનાર ખોટી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવી.

આ ઉપરાંત જમીન સંપાદન કાયદામાં સુધારણા ઉદ્યોગપતિઓ માટે ૨૦૧૩નો કાયદો રદ્દ કર્યો છે - ખેડૂતોની જમીન અને સોલાર, વિન્‍ડ ફાર્મ કંપનીઓની દાદાગીરી સામે કડક નીતિ બનાવવી.નકલી બિયારણ-દવા પર લગામઃ નકલી ખાતર, દવા, બીજના માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્‍ત ખાતરની સુલભતા સુનિશ્‍ચિત કરવી. પશુપાલકોને સહાયઃ પશુદાણ, ઘાસચારો અને દૂધમાં સબસીડી આપવી હિમાચલની જેમ દૂધના ટેકાના ભાવ નક્કી કરવા. સાગર ખેડુઓ અને ખેતમજૂરો માટે વળતર કમોસમી વરસાદના કારણે સાગર ખેડુઓ અને ભાગીયું વાવેતર ધરાવતા મજૂરોને પણ વળતર આપવું. ટ્રેક્‍ટર યાત્રા - સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થતી ૅકિસાન આક્રોશ યાત્રૉ રૂટ પરના તમામ તાલુકા - જિલ્લા મથકો પર ખેડૂતો સાથે ચર્ચા કરવામા આવશે.

(4:00 PM IST)