News of Thursday, 6th November 2025
ખેડૂતો, મજૂરો, શ્રમિકો કોઈએ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરવું નહીં, અમે તમારી સાથે છીએ:ઉનાના રેવતમા આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ : મૃતક ખેડૂતના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય જાહેર : જુઓ વિડીયો
સરકાર ખેડૂત પરિવારને તાત્કાલિક ધોરણે સહાય આપે : સરકારે હવે ખેડૂતોને કંઈક આપવાની નિયત રાખવી પડશે: સરકારે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા, એ જ રીતે હવે ખેડૂતોનું દેવું માફ થશે તો ખેડૂતો પાંચ વર્ષ ટકી જશે: ઈસુદાન ગઢવીએ લોકોને કરી અપીલ - “મૃતક ખેડૂત પરિવારને શક્ય તેટલી મદદ કરો

રાજકોટ તા.૬ : ઉના તાલુકાના રેવત ગામે ખેડૂતે દેવા દબાણ અને પાક બરબાદ થઈ જવાના કારણે આત્મહત્યા કરી હતી. જે બાબતે મૃતક ખેડૂતના પરિવારની મુલાકાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. AAP નેતા ઈસુદાન ગઢવીએ મૃતક ખેડૂતના પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના પાઠવી હતી અને માનવતાની દ્રષ્ટિએ મૃતકના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય જાહેર કરાઈ હતી. પરિવાર સાથે મુલાકાત બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાણવડમાં ખેડૂતે આપઘાત કર્યો હતો ત્યારબાદ આ બીજી ઘટના બની છે. ઉનાના રેવત ગામમાં રહેતા ગફ઼ાર ભાઈ કમોસમી વરસાદ થવાથી લોન ચૂકવણીની ચિંતામાં આર્થિક સંકટના લીધે જીવન ટૂંકાવી લીધું છે. આ ખેડૂત પરિવાર ઉપરનો દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.
હું સરકારને વહીવટી તંત્રને વિનંતી કરું છું કે હવે તમારે સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે સરકારે એવી નીતિ જાહેર કરવી જોઈએ કે જેથી કરીને કોઈ ખેડૂતને હવે આપઘાત કરવાની જરૂર પડે નહીં. આવી નીતિ બની શકે એમ છે. અમેરિકા ઇઝરાઈલના ખેડૂતો આપઘાત નથી કરતા. અમેરિકા ઇઝરાયેલના ખેડૂતો ગરીબ નથી, તેમની પાસે બંગલા ગાડી છે કારણ કે તે દેશમાં ખેડૂતો માટેની નીતિ એ પ્રકારની છે. તેથી હું સરકારને વિનંતી કરું છું કે આપણે ખેડૂતો માટે નિયત સારી કરવી પડશે. તમે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા છે. મારા ખેડૂતોના દેવા માફ થઈ જશે તો એ પણ બીજા પાંચ વર્ષ ટકી જશે.
અમારી સાથે આગેવાન મુન્નાભાઈ પણ અહીંયા આવ્યા છે જેમણે આ ખેડૂત પરિવારને એક લાખ આપવાની જાહેરાત કરી છે તેમને હું આભાર માનું છું. હું પણ ફૂલ નહી પણ ફૂલની પાંખડી આપવા માટે રૂ.51000 આપવાની જાહેરાત કરું છું. પરિવારની કોઈ માંગણી નથી પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ તેની સાથે પૂરેપૂરી આપણી ફરજ છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. આમાં માનવતાનો મુદ્દો છે, માનવતાના ધોરણે અમે અહીંયા એકઠા થયા છીએ.
પરિવારના દુઃખમાં ભાગીદાર થવા માટે અમે અહીંયા આવ્યા છીએ. પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે પરંતુ અમે પરિવારને કહીએ છીએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ. ગુજરાતની જનતાને પણ વિનંતી કરીશ કે તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ કરજો, જેથી આ પરિવાર ટકી રહે. તમામ ખેડૂતો, મજુર અને શ્રમિકોને વિનંતી કરું છું કે કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. તમારી તમામ ચિંતાની જવાબદારી અમારી છે. હું ખાતરી આપું છું કે બસ બે વર્ષની રાહ જોઈ લો, આજ નહિ તો કાલે અમે ગુજરાતના ખેડૂતોને સૌથી સમૃદ્ધ ખેડૂત બનાવીને જ રહીશું.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
