News of Thursday, 6th November 2025
સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગ :જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ગોળીબાર
બે દિવસ પહેલા જ સોનલ સોલંકીએ ફરીયાદ નોંધાવી હતી. પોતાની કારમાં જીપીએસ ટ્રેકર હોવાની ફરિયાદ

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેઓ બાળકને પ્લે સ્કૂલમાં મુકવા જતાં હતાં તે સમયે ફાયરિંગ કરાયુ છે. સોનલ સોલંકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે બે દિવસ પહેલા જ સોનલ સોલંકીએ ફરીયાદ નોંધાવી હતી. પોતાની કારમાં જીપીએસ ટ્રેકર હોવાની ફરિયાદ નોંધાવી હતી. કેટલાક સમયથી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. તેમનો પતિ આરટીઓ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
