News of Thursday, 6th November 2025
કચ્છ- સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના બીજા દિવસે MSME કોન્કલેવ યોજાશે
આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ

અમદાવાદ : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો.રાજ્યમાં 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.
આ આયોજનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા.8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
