<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 10.82 લાખનો 21 કિલો ગાંજો ઝડપાયો

આ ગાંજાનો જથ્થો ઓડિશા તરફથી ગુજરાતમાં સપ્લાય થવાનો હોવાનું પ્રાથમિક અનુમાન

રેલવે પોલીસ દ્વારા પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રેલવે પોલીસની ટીમ દ્વારા ટ્રેનમાં નિયમિત ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન ટ્રેનના રિઝર્વેશન કોચની વચ્ચેના ભાગમાં એક શંકાસ્પદ જથ્થો જોવા મળ્યો હતો. 

પોલીસે શંકાના આધારે આ જથ્થાની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 21 કિલોગ્રામનો ગાંજો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત રૂ.10 લાખ 82 હજાર 500 આંકવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો ઓડિશા તરફથી ગુજરાતમાં સપ્લાય થવાનો હતો તેવું પ્રાથમિક અનુમાન છે.

 

રેલવે પોલીસે તાત્કાલિક ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગાંજો કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(11:27 PM IST)