<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સુરતમાં એક ટ્રાફિક સિગ્નલ પર સૂર્યાસ્‍ત થતા જ ઉગે છે પ્રેમનું સ્‍મારક!

યુવતી રોજ સાંજે ૩ કલાક પ્રેમીના ક્‍લિનિક તરફ એકીટસે જોયા કરે છે! : પ્રેમી માટે જાહેરમાં તપસ્‍યા દિવસો નહીં પણ ૩ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે : સ્‍ટેચ્‍યૂની માફક એક જ દિશામાં ઊભી રહેતી મિસ્‍ટ્રી લેડીને જોઇ લોકો અચંબિત ડોક્‍ટર ક્‍લિનિક બંધ કરી ઘરે જાય એટલે યુવતી પણ ડયૂટી પૂરી કરી રવાના થાય છે

સુરત,તા.૦૭: આજના સોશિયલ મીડિયા અને ચેટિગના યુગમાં પ્રેમની પરિભાષા બદલાઈ રહી છે. જ્‍યાં સંબંધો ડેટિંગ  પૂરતા સીમિત થઈ રહ્યા છે અને પ્રેમ ઘણીવાર વાસનાનો પયાય બની ગયો હોવાના પણ કિસ્‍સા પણ બની રહ્યા છે, ત્‍યાં સાચા અર્થમાં સમર્પણ અને બલિદાનની વાતો જાણે પુસ્‍તકોમા જ રહી ગઈ છે. જોકે, સુરતના રિગરોડ વિસ્‍તારમાંથી પ્રેમની અનોખી અને અકલ્‍પનીય સ્‍ટોરી પ્રકાશમાં આવી છે, જે આજના સમયમાં કોઇ ફિલ્‍મી કહાણીથી કમ નથી. વાત છે એવી યુવતીની, જે એક ડોક્‍ટરના એકતરફી પ્રેમમાં દીવાની છે. વળી, આ હાઇલી એજ્‍યુકેટેડ યુવનીની દીવાનગી સામાન્‍ય નથી. છેલ્‍લાં ૩ વર્ષથી એક અનોખી તપસ્‍યા કરી રહી છે. પ્રત્‍યક્ષદશીઓ અને સ્‍થાનિકોના જણાવ્‍યા પ્રમાણે યુવતી દરરોજ સાંજે ૬-૩૦ વાગ્‍યા આસપાસ પોતાની કારમાં શહેરના હાર્દ સમા રિગરોડ વિસ્‍તારમાં ડોક્‍ટરોના ક્‍લિનિકો, રેસ્‍ટોરન્‍ટ્‍સવાળા પોઇન્‍ટ પર આવી જાય છે. ટ્રાફિકથી ધમધમતા પોઈન્‍ટ પાસે પોતાની કાર પાર્ક કરી યુવતી બરાબર ડોક્‍ટરના ક્‍લિનિકની બહાર જાહેર રસ્‍તા પર એક સ્‍ટેચ્‍યુની માફક સ્‍થિર ઊભી રહી જાય છે! યુવતીનો આ કમ અઢીથી ૩ કલાક ચાલે છે. આ સમયગાળા દરમિયાન તે કોઈની સાથે વાત કરતી નથી કે કોઈની સામે જોતી પણ નથી. તેનું ધ્‍યાન માત્ર ને માત્ર તેના પ્રેમી ડોક્‍ટરના ક્‍લિનિક તરફ જ હોય છે. મોડી સાંજે ૮-૩૦થી ૯ વાગ્‍યા બાદ ડોક્‍ટર પોતાનું ક્‍લિનિક બંધ કરી રવાના થાય ત્‍યારે આ યુવતીની પણ ડ્‍યૂટી પૂરી થાય છે. ડોક્‍ટરની કાર નીકળે એટલે યુવતી પણ ચૂપચાપ પોતાની કારમાં બેસી ચાલી જાય છે. નવાઈની વાત એ છે કે, આ સિલસિલો ૫-૧૦ દિવસથી કે થોડા મહિનાઓથી નહીં પણ છેલ્‍લાં ૩ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે. રોજ એક જ સમયે, એક જ જગ્‍યાએ કલાકો સુધી મૂર્તિવત ઊભી રહેતી આ યુવતી હવે સ્‍થાનિકો માટે મિસ્‍ટ્રી લેટી બની ગઈ છે.(૪૦.૧૨)

 રસ્‍તા વચ્‍ચે ખુદને તમાચા મારી અફસોસ પણ વ્‍યક્‍ત કરે

સ્‍થાનિક વિસ્‍તારના દુકાનદોરામાં ચાલતી ચર્ચા પ્રમાણે મિસ્‍ટ્રી લેડી દક્ષિણ ગુજરાતના જ એક ટાઉનની છે. તેણીએ સૌરાષ્ટ્રવાસી ડોક્‍ટર માટે પોતાનું સર્વસ્‍વ ન્‍યોછાવર કરી દીધું હતું. જોકે, ડોક્‍ટરે દગો આપી અન્‍ય યુવતી સાથે લગ્ન કરી લેતા આ લેડી અહીં રોજ સાજે ક્‍લિનિક બહાર મુર્તિમત બની તેને મનભરી જોતા રહીને પોતાનો પ્રેમ વ્‍યક્‍ત કરે છે. બીજી તરફ પોતે ડોક્‍ટરને પ્રેમ કરી બહુ મોટી ભુલ કરી છે એવો અફસોસ થતા ઘણી વખત રસ્‍તા પર ઊભા રહી લેડી ખુદને તમાચા મારે છે, ખુદને ધુત્‍કારે એ એવા દ્રશ્‍યો પણ લોકોએ જોયા છે. ડોક્‍ટર અને આ લેડી વચ્‍ચે કાનૂની કેસ ચાલી રહ્યો હોવાનું પણ લોકોનું કહેવુ છે.

પ્રેમ દીવાની આ યુવતીએ ડોક્‍ટરના બોર્ડ પર ચુંબન કર્યા

પ્રેમમાં પાગલ કહો કે દીવાની આ લેડી ૩ વર્ષથી ક્‍લિનિક બહાર ઊભી રહી તપસ્‍યા તો કરી રહી છે. સાથોસાથ પોતાના પ્રેમની અભિવ્‍યક્‍તિ કરવા ક્‍લિનિકની નીચે પાર્કિગ એરિયામાં ડોક્‍ટરના નામ લખેલા બોર્ડ પર ચુંબન કરી પ્રેમનો ઇજહાર પણ કરે છે. સ્‍થાનિકો તો ઠીક ડોક્‍ટર અને ક્‍લિનિકનો સ્‍ટાફ આ બોર્ડ સાથે કીસના દ્રશ્‍ય જોઇ અવાક્‌ થઇ ગયો હતો. લેડીની આ હરકતો જોઇ ડોક્‍ટરે પોતાનું બોર્ડ પાર્કિગમાંથી હટાવી દીધું હતું, પ્રેમ દીવાની આ યુવતી માટે ઋતુ પણ આડે આવતી નથી. વરસતા વરસાદમાં પલળીને પણ સ્‍ટેચ્‍યુ બની પ્રેમી ડોક્‍ટરને એકીટસે જોયા કરે છે.

(10:32 AM IST)