<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ઇન્‍ટરનેશનલ ટ્રક ચોર, ચોરીની સિલ્‍વર જ્‍યુબિલીની ઉજવણી કરે તે પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લીધો

સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમા કોમારને આશંકા જાગી અને યુવાનીમાં શરૂ થયેલ ચોરી યાત્રા બુઢાપામાં જેલ યાત્રાથી પૂર્ણ બનીઃ એક અદભુત સત્‍ય કથા : કેકને બદલે ટ્રકની ચેસીસ કાપતો હતો તે સમયે પીઆઇ આર. જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરની ટીમના પીએસઆઇ વાય. ડી. ગામીત અને પીઅસઆઇ જે. એ રહેવર સ્‍ટાફ ત્રાટકયો : જોઇન્‍ટ પોલીસ કમિશ્નર લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી ડી. જે. ચાવડાના માર્ગદર્શનમાં જ્‍વલંત સફળતા મળી

રાજકોટ, તા. ૭: ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્‍યોમાં છેલ્લા ૨૫ વર્ષથી ટ્રક અને ટેમ્‍પોની ઉઠાંતરી કરતા શખ્‍સ કે જેની શોધ વિવિધ રાજ્‍યોની પોલીસ ચલાવી રહી છે તેવો શખ્‍સ પોતાના ગુન્‍હાહિત જીવનની સિલ્‍વર જયુબેલી કેક કાપવાના બદલે ટ્રેકની ચેસીસ કાપી ઉજવણી કરે તે પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લેતા, આ શખ્‍સનો કબજો ટ્રાન્‍સફર વોરંટ આધારે કેવા દેશની વિવિધ રાજ્‍યોની પોલીસ એકશન મોડમાં આવી ગયેલ છે.

વડોદરામાં ચાલુ વર્ષમાં ૪ જેટલા ટ્રેકની ચોરી થતા દરરોજ ડેઇલી રિપોર્ટ ઝીણવટપૂર્વક જોતા પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર કે જેવો સીબીઆઇ સાથે ગુજરાતમાં લો એન્‍ડ ઓર્ડર હેડ તરીકે આખા ગુજરાતમાં બનતી ઘટનાઓ પર બારીકાઈથી નજર રાખવાની આદતને કારણે વડોદરામાં ટ્રક ચોરીની ઘટનાઓ રૂટિન નહી પણ કોઇ intr નેશનલ ચોર પર પ્રવેશ્‍યાની આશંકા આધારે તુરંત ક્રાઇમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી સાથે ચર્ચા કરી અને અનુભવી અધિકારી સ્‍ટાફની ટીમો બનાવવા આદેશ કરેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ પો.સબ.ઇન્‍સ. વાથ.ડી.ગામીત તથા પો.સબ.ઇન્‍સ. જે.એ.રહેવર નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ માલવાહક ટાટા ટેમ્‍પોની બનેલ ચોરીઓના ગુનાઓ અંગે તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે સીસીટીવી ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત કરેલ શોધખોળ દરમ્‍યાન અગાઉ ટ્રક, ટેમ્‍પાઓની ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ આંતર રાજ્‍ય રીઢો આરોપી સુખાસિંગ સોહલ રહે.તરસાલી રોડ વડોદરાનો શંકાસ્‍પદ જણાતા આ ઇસમની ખાનગી રાહે શોધખોળમાં રહેલ. દરમ્‍યાન ટીમને માહીતી મળેલ માહીતી આધારે ટીમે રણોલી બ્રિજ તાપી હોટલની નજીક આવેલ એક ગેરેજમાં જઇ તપાસ કરતા ગેરેજમાં ટાટા ટેમ્‍પોને કટર વડે કાપી રહેલ ઇસમ નામે સુખદેવસિંગ સજજુસીંગ સોહલ ઉ.વ.૫૮ રહે. ભાયલાલ પાર્ક, સોસાયટી,તરસાલી રીંગ રોડ, વડોદરા શહેર મુળ રહે.ગામ શ્રીથલા,તા.પાથલ જી.લુધીયાણા (પંજાબ) નો મળી આવતા જેથી આ ઇસમ કટીંગ કરી રહેલ ટેમ્‍પોને કટીંગ કરી નાખેલ હોય જેના પરનો મળી આવેલ ચેસીસ નંબર આધારે ખાત્રી તપાસ કરતા આ ટાટા કંપનીનો ૬૦૯ ટેમ્‍પો નં.જીજે-૦૬-યુ-૮૩૭૦ ની ચેસીસ હોવાનું જણાઇ આવતા ટાટા ટેમ્‍પોની માલીકી અંગે આ ઇસમને પુછતા આ ઇસમ ટેમ્‍પાની માલીકી અંગેના કોઇ આધાર પુરાવા રજુ નહીં કરેલ.આ ઇસમની ઝડતીમાં બે મોબાઇલ ફોન મળી આવતા આ ઇસમની વધુ પુછપરછ દરમ્‍યાન આ પકડાયેલ ઇસમે વડોદરા શહેરમાં જુદા જુદા સ્‍થળો પરથી આ મળી આવેલ ટેમ્‍પા ઉપરાંત બીજા ત્રણ ટેમ્‍પાઓ મળી કુલ-૦૪(ચાર) ટેમ્‍પાઓની ચોરી કરી આ ચોરી કરેલ ટેમ્‍પાઓને કટીંગ કરી વેચી નાંખેલાનુ જણાવતા જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ ચોરીનો કટીંગ કરેલ ટેમ્‍પો અને બે મો.ફોનને તપાસ અર્થે કબજે કરી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીએ કરેલ આ ટેમ્‍પાઓની ચોરી અંગે ખાત્રી કરતા આ ઇસમે પોતાના આર્થીક ફાયદા માટે છેલ્લા ૧૦ મહીનામાં રાત્રીના સમયે વડોદરા શહેરમાં ચાર ટાટા ટેમ્‍પાઓની ચોરી કરેલ હોય જેમા ન.(૧) માહે ફેબ્રુ-૨૦૨૫ માં તુલસીવાડી રોડ પરથી ટાટા-૯૦૯ ટેમ્‍પો ન.(૨) માહે- જુન-૨૦૨૫ માં ડભોઇ રોડ ગણેશનગર ખાતેથી ટાટા-૭૦૪ ટેમ્‍પો ન.(૩) માહે-સપ્‍ટેમ્‍બર-૨૦૨૫ માં માંજલપુર ખાતેથી ટાટા-૪૦૭ ટેમ્‍પો અને છેલ્લે નં.(૪) તા.૨૯/૧૦/૨૦૨૫ ના રાત્રીના ફતેગંજ કુમકુમ પાર્ટી પ્‍લોટ સામેથી ટાટા-૬૦૯ ટેમ્‍પાની ચોરી કરેલાનુ અને આ ચારેય ટેમ્‍પા ચોરી બાબતે વડોદરા શહેરના કુંભારવાડા, પાણીગેટ, માંજલપુર, ફતેગંજ પોલીસ સ્‍ટેશનોમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનુ જણાતા આ ચારેય પોલીસ સ્‍ટેશનને આરોપી બાબતે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:03 AM IST)