News of Friday, 7th November 2025
પ્રફુલભાઈ પાનસેરિયાએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવી

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા અશક્ત અને વંચિત વર્ગને આપવામાં આવતી નિઃશુલ્ક હૃદય સારવાર અને નિઃસ્વાર્થ સેવાઓની માહિતી મેળવી તેની હૃદયપૂર્વક પ્રશંસા કરી.
શ્રી પ્રફુલભાઈ આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. કોવિડ મહામારી દરમિયાન તેમણે પોતાની અંગત ઇનોવા કારથી સેંકડો દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની સેવા આપી હતી. તેમની આ માનવતાવાદી ભાવનાને માન આપી રાજ્ય સરકારે તેમને આરોગ્ય ખાતું ફાળવ્યું છે.
શ્રી પાનસેરિયાને નિકટ ભવિષ્યમાં હોસ્પિટલની મુલાકાત લઈ સેવાકાર્યની વિસ્તૃત માહિતી મેળવવા માટે સન્માનપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
