<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી

-આરોગ્યપ્રધાન પાનસેરિયાએ જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે.

 

 

અમદાવાદ :  ગુજરાત આરોગ્ય વિભાગે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન બંને હોસ્પિટલોમાં ગેરરીતિની વિગતો સામે આવી હતી. કાર્યવાહી હેઠળ બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાન પાનસેરિયાએ જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે.

(11:55 AM IST)