<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

દેવા માફ કરશે તો કોંગ્રેસના ધારાસભ્‍યો પગાર સરકારને આપશેઃ અમિત ચાવડા

સોમનાથથી હરહર મહાદેવના નાદ સાથે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્‍થાન, દ્વારકાધીશના શરણોમાં ૧૩મી એ સમાપન : સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્‍કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૭ : ગુજરાતના ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા ની શરૂઆત થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં વેરાવળ ખાતે સૌપ્રથમ કિસાન સભાનું આયોજન થયું હતું. ત્‍યારબાદ સૌ આગેવાનો અને યાત્રામાં જોડાનાર સૌએ સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિતભાઈ ચાવડાએ જણાવ્‍યું હતું કે રાજ્‍યમા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્‍યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લળવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્‍યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી , સોયાબીન, કપાસ સહિતના પાકોને સંપૂર્ણ નુકશાન થયું છે અને વધીને અનેક વિસ્‍તારોમા શિયાળાની સિઝનના પાકો જેમ કે જીરુના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થતુ છે જેને કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ઘરનુ ગુજરાન ચલાવવા મુશ્‍કેલ બનશે તેમજ માલ ઢોર માટે ચારાની મોટી સમસ્‍યાઓ ઉદભવવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્‍યા છે ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આ તમામ પ્રકારની લાગણીને ધ્‍યાને લઈને ઉપરોક્‍ત હક્ક માટે કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ યાત્રાનું પ્રસ્‍થાન આજ રોજ તા. ૬ નવેમ્‍બર, ભગવાન સોમનાથના આશીર્વાદથી થયું અને ૧૩ નવેમ્‍બરે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી સમાપન થશે. આ યાત્રા સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્‍કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે.

  રાજ્‍યમાં અતિવળષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્‍ત ૩૦ થી ૩૫ ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ ૨૦૨૦થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્‍યા છે.

કોંગ્રેસ પક્ષની ૮ મુખ્‍ય માંગણીઓમા ખેડૂતોનું દેવું માફ કરો જેમ મનમોહનસિંહ સરકારે ૭૨,૦૦૦ કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમ જ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે.પાકવિમા યોજના તાત્‍કાલિક શરૂ કરો.

૨૦૨૦થી ગુજરાતમાં બંધ છે. પરંતુ દેશના બાકીના રાજ્‍યોમાં ચાલુ છે.ખેડૂતોને સીધી સહાય, કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે - તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતને રૂ. ૧,૩૫,૦૦૦ થી રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સહાય સીધી જમા કરવી, ખોટી જમીન માપણી રદ્દ કરો.

ભાઈ-ભાઈ વચ્‍ચે ઝગડા ઊભા કરનાર ખોટી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવી.જમીન સંપાદન કાયદામાં સુધારણાં ઉદ્યોગપતિઓ માટે ૨૦૧૩નો કાયદો રદ્દ કર્યો છે ખેડૂતોની જમીન અને સોલાર, વિન્‍ડ ફાર્મ કંપનીઓની દાદાગીરી સામે કડક નીતિ બનાવવી. નકલી બિયારણ-દવા પર લગામ, નકલી ખાતર, દવા, બીજના માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્‍ત ખાતરની સુલભતા સુનિヘતિ કરવી. પશુપાલકોને સહાય, પશુદાણ, ઘાસચારો અને દૂધમાં સબસીડી આપવી હિમાચલની જેમ દૂધના ટેકાના ભાવ નક્કી કરવા. સાગર ખેડુઓ અને ખેતમજૂરો માટે વળતર, કમોસમી વરસાદના કારણે સાગર ખેડુઓ અને ભાગીયું વાવેતર ધરાવતા મજૂરોને પણ વળતર આપવું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, સેવાદળના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લાલજી દેસાઈ, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્‍ય અને એ.આઈ.સી.સી. મંત્રી રૂત્‍વિકભાઈ મકવાણા, ધારાસભ્‍ય વિમલ ચુડાસમાં, પૂર્વ ધારાસભ્‍ય પૂજાભાઈ વંશ, લલિતભાઈ કગથરા, લલિત વસોયા સહિતના કોંગ્રેસના સૌરાષ્‍ટ્રના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્‍થિતિમાં સૌ કોઈએ સંકલ્‍પ કર્યો હતો કે ખેડૂતોની આ ન્‍યાયિક લડાઈ સડકથી લઈને વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડવા સંકલ્‍પબધ્‍ધ છે. તેમ હેમાંગ રાવલ(મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્‍તા)એ જણાવ્‍યું છે.

ખેડુતો દેવું સંપુર્ણ નહીતર ભાજપ સાફ  વિમલ ચુડાસમા

ગીર સોમનાથમાં ખેડુતો પાયમાલ થયેલ પયિલ છે પાક પણ સંપુર્ણ નિષ્‍ફળ ગયેલ સાગરખેડુ બરબાદ થયેલ છ માસ થી ધંધા નથી શ્રમીકોને મજુરી મળતી નથી પાક ધિરાણ સંપુર્ણ માફ કરવું ૨૦૨૦ થી પાક વિમો બંધ કરવામાં આવેલ છે મુંગી બહેરી સરકાર છે ૧૦૦ ટકા ખેડુતોને વળતર આપવામાં આવશે તો ૨૪ મહીનાનો પગાર કોગ્રેસના ધારાસભ્‍ય આપી દેશે

લલીત કગથરા

મોઢામાં આવેલ કોળીયો ઝુટવાય ગયેલ છે આજે મરે જવાન મરે કીશાનનો નારો આ સરકાર પાસે છે આપણે રેલી શું કામ કાઢવી પડે કારણ કે ચુંટણી આવે એટલે હું પટેલ હું કારડીયો હું ક્ષત્રીય હું દલીત સમાજો જુદા પાડે છે આપણે ખેડુત રહો તો કયારેય આંદોલન કરવું પડશે નહી આ ધારાસભ્‍યો નરેન્‍દ્ર મોદી અમીત શાહના પ્‍યાદા છે ભાજપને ખેડુતો સાથે નાહવા નિચોડવાનો સંબંધ નથી અંબાણી અદાણીની સરકાર છે.

હીરાભાઈ જોટવા

આ સરકારને પુછો સોનાનો ભાવ કેટલો છે એક ખાંડી માંડવીમાં બે તોલા સોનું જોઈએ છે ખેડુતોને એક તોલું પણ સોનું મળતું નથી કોગ્રેસ ખેડુતોનો અવાજ બનશે જગતનો બાપ છે ઉનામાં ખેડુતે આપઘાત કરેલ છે કોઈ આસું લુંછવા વાળુ નથી સંપુર્ણ દેવું માફ કરવું અમારો હકક માંગીએ છીએ કોગ્રેસ છેલ્લા શ્વાસ સુધી લડશે.

(1:14 PM IST)