<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

પંચમહાલના શહેરાના વાઘજીપુર ચોકડી પર લકઝરી બસ અને આઈશર ટ્રક વચ્ચે ટક્કર:13 લોકોને ઇજા

ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થતા પરત ફરી રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો

પંચમહાલમાં યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. પંચમહાલના શહેરાના વાઘજીપુર ચોકડી પર આ ઘટના બની હતી. ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થતા આઈશર ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 13 પ્રવાસીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. મળતી વિગતો અનુસાર યાત્રાળુની બસમાં મોડાસાના લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ ઉત્તર ભારતના પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર 56 જેટલા પ્રવાસીઓ બસમાં સવાર હતા. અકસ્માતની ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે 108ની મદદથી ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

(2:01 PM IST)